Monday 29 July 2013


શાળા ની સ્થાપના અને ઈતિહાસ
સાબરકાંઠા , પંચમહાલ અને ખેડા જીલ્લાની સરહદો જ્યાં મળે છે તેવા સંગમસ્થાને સાબરકાંઠા જીલ્લાના માલપુર તાલુકાના અંતરીયાર વિસ્તાર એવા હેલોદર માં કેળવણી માટે શાળા ની શરૂઆત તારીખ ૧૮/૦૬/૧૯૫૫ ના રોજથી કરવામાં આવી. આજ દિન સુધી હેલોદર પ્રાથમિક શાળામાં લાખો વિદ્યાર્થીઓ ભણીને દેશ દુનિયાની સેવા બજાવી રહ્યા છે. અત્રેની હેલોદર શાળામાં ભણેલા વિદ્યાર્થીઓ રાજકારણથી માંડીને દાકતરી,ઈજનેરી અને વકીલાત તથા સમાજસેવા ના વ્યવસાયો કરી રહ્યા છે. હેલોદર પ્રાથમિક સહલે ભૌતિક સુવિધાઓમાં પણ ઉત્તરોત્તર પ્રગતિ કરેલ છે અને આજે આધુનિક કમ્પ્યુટર લેબ,પ્રયોગશાળા,ભવ્ય ઓરડાઓ,સેનિટેશન,પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા વગેરે હેલોદર પ્રાથમિક શાળામાં જોવા મળે છે .